Main Catagories
Login Menu
સંસ્થાની વિકાસગાથા
૨૦મી સદીની શરૂઆત શૈક્ષનણિકક્ષેત્રે ચૌધરી સમાજ માટે અંધકારરૂપ હતી. ત્યારે શિક્ષણનો દિપ પ્રકટાવવા ૧૯૧૪ માં સિધ્ધપુર મુકામે દેસઈ કાળુભાઈ મોતીભાઈની રાહબરી હેઠળ સમાજના આગેવાનો પંચ સ્વરૂપે મળ્યા. શૈક્ષણિક ઉત્કર્ષ માટે ફંડની શુભ શરુઆત કરી.

૨૦મી સદીની શરૂઆત શૈક્ષનણિકક્ષેત્રે ચૌધરી સમાજ માટે અંધકારરૂપ હતી. ત્યારે શિક્ષણનો દિપ પ્રકટાવવા ૧૯૧૪ માં સિધ્ધપુર મુકામે દેસઈ કાળુભાઈ મોતીભાઈની રાહબરી હેઠળ સમાજના આગેવાનો પંચ સ્વરૂપે મળ્યા. શૈક્ષણિક ઉત્કર્ષ માટે ફંડની શુભ શરુઆત કરી.

૧૯૪૬ ના અરસામાં જયારે શિક્ષકોનો પગાર રૂ.૧૦૦ પણ નહોતો ત્યારે ધીણોજના મોતીભાઈ રામજીભાઈ એ રૂ.૫૦૦૦ નું દાન આપી કાયમી ફંડના શ્રીગણેશ કર્યા. ત્યાર બાદ વડોદરા નિવાસી ભદ્રેસરના વતની દેસાઈ માધવલાલ શામળદાસે રૂ. ૫૫૦૧ તથા રામજીભાઈ મોતીભાઈ દેસાઈ (ખેરાલુ) એ રૂ. ૨૦૦૦ નું દાન આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો. ૧૯૪૬ માં મહેસાણાનું વિધાર્થીભવન વિસનગર ખાતે લાવવામાં આવ્યું અને ૧૯૪૭માં આદર્શ વિધાલયની ઈમારતના પાયા નંખાયા.

સંસ્થાના વિકાસમાં માનસંગભાઈ (દઢિયાળ), દેવજીભાઈ (બાસણા), મોતીભાઈભગત (મગરોડા), નાથુકાકા (ખેરાલુ), રામજીભાઈ (ખંડોસણ), કચરાભાઈ (મગરોડા), કેશવલાલ (બાસણા), ડૉ. મોતીભાઈ (ચરાડા), વગેરે જેવા વડીલોના પ્રયાસથી ૧૩૭ વિધાર્થીઓથી આદર્શ વિધાલાયની શરૂઆત થઈ. સંસ્થાના મુખ્ય પ્રવેશ દ્વારા આગળ સ્વ. માનસિંહભાઈ પટેલના ઋણ સ્વીકાર માટે મુકવામાં આવેલ તેમની પ્રતિમાનું અનાવરણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા પધારેલ. છાત્રાલયની સ્થાપના ને ૧૯૬૩ માં ૨૫ વર્ષ પુરાં થતા ગુજરાતનાં હિતેન્દ્રભાઈ દેસાઈ તથા પૂજય. રવિશંકર મહારાજના સાનિધ્યમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ૧૯૯૭માં સંસ્થાનો સુવર્ણ જયંતિ મહોત્સવ સ્વામીશ્રી સચ્ચીદાનંદજી ની નિશ્રામાં ઉજવાયો.

દુધસાગર ડેરી, મહેસાણા તરફથી સ્વ. માનસિંહભાઈ પટેલ પ્રાર્થના ભવનનું રૂ.૨૧ લાખનું દાન આપી નિર્માણ કરવમં આવ્યું. ચૌધરી નરસિંહ્ભાઈ ગણેશભાઈ (મગરોડા) તરફ થી રૂ. ૧૧ લાખનું દાન આપી વિગ્નાનભવન અને મલ્ટીમીડિયા હોલનું નિર્માણ કરવામાં આવેલ છે. દુધસાગર ડેરીના અધ્યક્ષ સ્વ. માનસિંહભાઈના સુપુત્ર અને દુધસાગર ડેરીના ચેરમેનશ્રી વિપુલભાઈ ચૌધરી સંસ્થાના વિકાસમાં યોગદાન આપી રહયા છે.

Home | About Us | Commity | Teachers | Facility | Result | Gallery | Inquiry | Contact Us

All Rights Reserved © 2010 Adarsh Vidyalala, Visnagar. Development & Hosted by WebNX